The Girl with the Dragon Tattoo by Stieg Larsson

Stieg Larsson આ મીસ્ટરી નોવેલના લેખક છે. તેમનું આ પુસ્તક ‘Millennium Trilogy‘ ની પહેલી નોવેલ છે. પોતે એક પત્રકાર અને Expo નામનાં મેગેઝીનના ફાઉન્ડર અને એડિટર-ઇન-ચીફ હતાં. તેમની ત્રણ નોવેલ જેટલી રહસ્યમયી છે તેટલા જ રહસ્યમય સંજોગોમાં તેમનું મૃત્યું થયું હતું. નવેમ્બર 2004 માં મીલેનીયમ સિરીઝની ત્રણેય બુક્સનો ફાઇનલ ડ્રાફ્ટ તેના પબ્લીશરને પહોચાડ્યા બાદ થોડા સમયમાં જ તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયેલું. તેમના પુસ્તકોની સફળતા જોવા તેઓ હાજર ન હતાં. કહેવાય છે કે ૮૦ મિલિયન કરતા પણ વધું કોપીઝ વેચાઈ છે. 

Click here to read the full post

Advertisements

Reservation, Windows 10

Reservation : અનામત સિવાય પણ આ શબ્દના કેટલાક ઉપયોગ જાણવા જેવા ખરા. ક્લિક ટુ રીડ – Reservation

Windows 10: ૨૯ મી જુલાઈ એ પૂરી દુનિયામાં એક સાથે નવું વર્ઝન રીલીઝ કરીને માઈક્રોસોફ્ટએ સાબિત કરી દીધું કે આ વર્ઝન તેના માટે કેટલું મહત્વનું છે. વિન્ડોવ્ઝ ૧૦ ના ૫ ફીચર જે મને ગમ્યાં. 5 Reasons Why You Should Upgrade to Windows 10

Proxy

પંજાબના ગુરદાસપુરમાં આંતકવાદીઓએ હૂમલો કર્યો. કાશ્મીરમાં હાલતા આપણા નઠારા પાડોશી ભાડુતી માણસોને લલચાવી કે ધર્મના નામે, જેહાદના નામે ઘાતકી હૂમલા ચાલુ રાખે છે. હમણાં જ છત્તિસગઢના શિક્ષણ મંત્રીના ધર્મપત્ની પર આરોપ મુકાયો કે તેમણે પોતાની પોસ્ટ-ગ્રેજ્યુએશનની પરીક્ષા આપવા બીજા ઉમેદવારને બેસાડી જે તેની બહેન જ હતી. પોલીસ ‘તપાસ’ કરશે! આ બધામાં એક બાબત સામાન્ય છે : જે તે વ્યક્તિને બદલે આ બધા કામ બીજી વ્યક્તિ પાસે કરાવાય છે, જે આ કામ કરે તેને કહેવાય proxy.

મિડલ ઇન્ગ્લિશ ભાષામાં નો શબ્દ ‘proccy’ આજે proxy બની ગયો છે. પ્રોક્સી એટલે એવી કોઈ વ્યક્તિ કે જેની પાસે લેખિત અધિકારો છે કે તે કોઈ વ્યક્તિના બદલે હાજરી પુરાવી શકે, represent કરી શકે, મીટીંગમાં વોટ પણ આપી શકે.

બ્રિટીશ સરકાર ખાસ કરીને ચૂંટણી સમયે બહાર ગયેલ નાગરીકને પ્રોક્સી વડે મત આપવાની સવલત આપે છે. ગુજરાત સરકારે આ વાત ‘ફરજીયાત મતદાન’ સંદર્ભે વિચારવી જોઈએ. પાકિસ્તાન તેના નાપાક ઈરાદાઓ પાર પાડવાં ‘પ્રોક્સી વોર’ શરુ રાખે છે. પ્રોક્સી વોરમાં મોટે ભાગે દેશો તેના દુશ્મન દેશના વિરોધીઓને ઉશ્કેરે કે તેને મદદ પૂરી પાડે છે, જેથી વિરોધી દેશ લડાઈ કરવામાં વ્યસ્ત રહે. ‘proxy war’ ખાસ કરીને વિશ્વ યુદ્ધોની આડપેદાશ છે. કોલ્ડ વોર પણ પ્રોક્સી વોરનો જ પ્રકાર કહી શકાય.

નામદાર સુપ્રીમ કોર્ટનાં હૂકમને કારણે કેન્દ્ર સરકારે ૮૦૦ કરતા વધું પોર્ન વેબસાઈટ ‘બેન’ કરી દીધી દેતા જ સોશીયલ મીડિયા પર પહેલું રિએક્સન આવ્યુ કે આ લોકશાહીમાં મળતા પર્સનલ ચોઇસનાં અધિકાર પર પ્રતિબંધ છે; બીજુ રીએક્સન એ આવ્યું કે આ ‘બેન’ ઇફેક્ટીવ નથી! કારણકે ‘proxy servers’. ન્યુઝ પોર્ટલ્સ અને ટેક્નોલોજી પોર્ટલ્સ પર આ ઇંડિઅન સર્વર્સને બાયપાસ કરવાની ટ્રીક સમજાવતા આર્ટીકલ્સ ખૂબ વંચાયા. છેવટે સરકાર પાણીમાં બેસી ગઈ.

Scion of Ikshvaku – by Amish Tripathi

 મે ક્યાંક વાચેલુ કે જે દેશમા ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા વાર્તાઓની દરિયા જેવા મહાકાવ્યો આટલી સદીઓથી વંચાતા, મંચ પર રજૂ થતા હોય ત્યા નવી વાર્તાઓ, પુસ્તકો લખવાની જરુર જ નથી; ફક્ત આ વર્તાઓને નવા સમયમા નવી રીતે રજૂ કરવાની જરુર છે. આ વાત કદાચ અમિષ ત્રીપાઠી એ લખેલ બેસ્ટ સેલીંગ ‘શીવા ટ્રીલોજી’ પછીજ કહી હશે.

ફરી એક વાર અમિષ આપણને માયથોલોજીના દરિયામા ડુબકી લગાવવાનો સફળ પ્રયાસ કર્યો છે ‘Scion of Ikshvaku’ મા જે રામ ચંદ્ર સીરીઝની પ્રથમ બૂક છે. આ પ્રથમ ભાગ અયોધ્યાના રાજકુમારોના બાલ્ય કાંડ, અયોધ્યા કાંડ અને અરણ્ય કાંડ ની વાત રજુ કરે છે. આ પુસ્તકની સફળતા પાછળનુ એક કારણ એ પણ છે કે આપડે સદીઓથી સામ્ભળેલી ઘટનાઓ પાછળનુ એક અલ્ટર્નેટીવ ટ્રુથ અંહી રજૂ કરેલ છે, એ પણ લોજીકલી.

પુસ્તકની શરુઆતના ચેપ્ટરમાંજ સીતાહરણનો જકડી રાખે તેવો પ્રસંગ વાચીને જ અમિષની લેખન કલાનો પરિચય મળી જાય છે. એ પછીની વાર્તા બાલ્યકાળથી શરુ થાય છે. દશરથના મિથ્યાભિમાનને કારણે થયેલી હારનુ કલંક રામના જન્મ સાથે જોડીને રામનો જીવન સાથેનો સંઘર્ષ આપણને તેની સાથે એમોશનલી અટેચ કરી દે છે.

જે પુસ્તકમા ફીલોસોફી રજૂ થઈ હોય એમ છતા પણ જો એ પુસ્તક હાથમાંથી મુકવાનુ મન ન થાય તો એમ અમિષને અભિનંદન આપવા જ પડે. બાળપણથી ગુરુ વશીષ્ઠના આશ્રમમા રહેતા રાજકુમારો બધા જ વેદો રીતિ-નીતિઓનુ ગ્યાન મેળવે છે. દરેક રાજકુમારના વ્યક્તિત્વની ઉંડી છાપ આપડા મનમા ઉભી કરવા બાલ્યકાંડના પ્રસંગો અને તેમા થતા વર્તાલાપો ખૂબ જ સચોટ રીતે રજૂ કરાયા છે.

સમાજમા બનતી ઘટનાઓની અસર પણ અંહી જોવા મળે છે. ‘રોશની’ જે મથરાની દીકરી  અને રાજકુમારોની ‘રાખી બહેન’ છે તેની સાથે થતો અત્યાચાર દિલ્હીની ઘટનો પડઘો છે. નિયમથી પર જઈને પણ ન્યાય મળવો જોઈએ એ જોઈ અંહી વાચક થોડી માનસીક શાંતિ મેળવે છે.

રામ અને સીતા. રામ જે નિયમોના પાલનમા માને છે તેવી બીજી વ્યક્તિ મળવી એ લક્ષ્મણને અશક્ય લાગતુ હતુ પણ સીતાનો પ્રવેશ થતાજ તેને આ માન્યતા બદલવી પડે છે. ઓ હો શુ સીતાનુ પાત્ર ઉપસાવ્યુ છે! પુસ્તકની શરુઆતમા જ પાત્રોના પરિચયમા સીતાને મિથીલા રાજ્યની ‘પ્રાઈમ મિનિસ્ટર’ બતાવામા આવે ત્યારથી જ તેના પ્રવેશની તાલાવેલી માનમા આવી જાય. આજના સમયમા દિકરીઓ ની પાસે જેવી અપેક્ષા રખાય છે તેવુ ફેમીનીસ્ટ રુપ અંહી સીતા તરીકે રજૂ થયુ છે. સીતાને જોતા જ રામ પોતાનુ મસ્તક નમાવવા મજબુર થઈ જાય છે. સીતાનો સ્વયમ્વર, રાવણનુ અપમાન, બધુ જ એક શ્વાસે જ વાંચવુ પડે. રામના ૧૪ વર્ષના વનવાસનુ કારણ અંહી યોગ્ય લાગે તે રીતે રજૂ થયુ છે.

લક્ષ્મણને એક પ્રોટેક્ટર અને રામની પીડાને વાચા આપતો બતાવાયો છે. હનુમાન, જંગલમા રહેતા રાક્ષસો, દૈવી શસ્ત્રો, અસુરો, રાવણની તાકાત બધુ જ હકિકતમા હોઈ શકે તે રીતે ચિત્રિત થયુ છે. પુસ્તક પૂરુ થતા જ બીજુ પુસ્તક વાંચવાની રાહ જોવાની પ્રબળ ઈચ્છાને રોકી નહી શકો.

Scion-of-Ikshvaku-book

Mx

Mx

ના. હમણા જ આવીને પીટાઈ ગયેલી મી. ઇન્ડિયા ની થર્ડ ક્લાસ કોપી જેવી ઈમરાન હાશ્મીની ‘Mr. X’ નુ આ ટાઈટલ નથી. અંહી વાત છે હૈદ્રાબાદની NALSAR Law University ની. જેની એક સ્ટુડંટ નામે ‘અનીન્દીતા મુખર્જી’ જે અંહી કાયદામા ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ, અને યુનિવર્સિટીને ભલામણ કરી કે તેના ડિગ્રી સર્ટિફિકેટમા નામ આગળ ‘Mr.’ કે ‘Ms.’ જેવા માનવચક શબ્દો (જેને અંગ્રેજીમા honorific કહેવાય) બદલે જેંડર ન્યુટ્રલ હોનોરીફીક ‘Mx’ લગાવવુ. અને જોવાની વાત એ છે કે તેની અરજી માન્ય રહી અને દેશનુ સર્વપ્રથમ જેંડર ન્યુટ્રલ સર્ટિફિકેટ ઇસ્સ્યુ થયુ (એ દેશ જ્યા હોમોસેક્સુઆલીટી ક્રાઈમ છે!).

1977 થી ઉપયોગમા લેવાતુ આ ટાઈટલ ને ‘mux’ કે ‘mix’ બોલાય છે. જેઓ પોતાને સ્ત્રી કે પુરુષ તરીકે ઓળખાવા ન મંગતા હોય તે આ હોનોરીફીક લગાડે છે. સામાન્ય રીતે અંગ્રેજીમા સ્ત્રી જાતી માટે Mrs, Miss, Ms, Mistress, Madam જેવા હોનોરીફીક લગાડાય છે, પુરુષ માટે Mr, Master, Esq, Sir, Lord વગેરે નામ પહેલા મુકવાનો રીવાજ છે. પણ ત્રીજી જાતી માટે એક્ જ હોનોરીફીક છે Mx.

2013 મા બ્રાઈટન શહેરની સિટી કાઉન્સીલે તેના ઉમેદવારો ના ફોર્મમા તેનો ઉપયોગ કરવાની તરફેણમા વોટ કર્યો. ૨૦૧૪ મા પછીતો રોયલ બેંક ઓફ સ્કોટ્લેન્ડે તેના ફોર્મ મા આ ટાઈટલ ઉમેર્યુ. આ સુધારાવાદી પવન ધીમે ધીમે આખા યુ.કે. મા ફરી વળ્યો અને સરકારી ડોક્યુમેંટ્સ, ડ્રાઈવર્સ લાઈસંસ, પાસપોર્ટ્સ વગેરેમા આ ટાઈટલ ઉમેરવામા આવ્યુ. ૨૦૧૫ મા હવે ઓક્ષ્ફોર્ડ ડિક્શનરી પણ આ ટાઈટલ ઉમેરવાનુ વિચારી રહી છે.

ભારતમા જ્યા ત્રીજી જાતીને સમાજ તરફ્થી તિરસ્કારભરી નજરે જોવાય છે ત્યા પણ ધીમો ફેરફાર અવતો જાય છે. બંગાળની મહિલાઓની કોલેજના પ્રિંસીપાલ તરીકે એક ટ્રાંસજેંડર ની નિમણુક થઈ જેનુ નામ મનોબી બંદોપાધ્યાય છે.નિમણુક પછી તેના ફેસબુક પેઈજ પર અભિનંદનનુ પુર આવ્યુ હતુ. ‘બી.બી.સી.’ થી માંડીને ‘અલ જજીરા’ જેવી ઇંટરનેશનલ ન્યુઝ ચેનલ્સ પર તેની સ્ટોરીની ચર્ચા થઈ. ચૂંટણી કાર્ડની અરજી ફોર્મમા હવે ત્રીજી જાતીનો ઉલ્લેખ છે.

ટ્રાંસજેંડર માટે કદાચ અચ્છે દિન જલદી આવી જાય તો નવાઈ નઈ

Monsoon is back. Take out your boats.

waterlogging

Everything is a boon or bane in itself depending on your situation. Take the case of monsoon which is a very very vital season for the farmers of India. If we have a ‘happy monsoon’, the farmers and property owners are elated, but the municipal bodies across the nation have hard time hiding the potholes and waterlogged areas of the city that expose the sweet smell of corruption at the very first rainfall. If there is less or delayed rainfall, the farmer prepares to do a ‘dharna’ threatening to commit suicide. On the contrary, the political and governing babus are happy on the prospect of crores of financial help being announced by Netas, daydreaming in advance of opening an account in one of the Swiss banks. 

 
So what is in the store for the citizens like you and i? Well, there is a lot. If your financial situation is sound enough to buy yourself a  small boat, you will certainly forget going to Venice ever, as your city turns into an Indian Venice after every small amount of rainfall. You can also save a big amount on your petrol bill if you go to office in one of the boats. Even better if you can boat-pool just like a carpool. If you are an opportunist, you could float a boat lending business at a particular chowk which is definitely going to turn into a swimming pool. 
 
In case, the monsoon decides to bunk its routine and take a break, we are certainly at loss. You are left at your own misery by the government. The mai baap ki sarkar declares the financial help which you will have trouble deciding how many zeros that sum includes. Still there is a silver lining in the not so dark clouds. You can start selling pictures of the rainfall that promise visual relief to the thirsty eyes of the people at large. Or you can order a ‘turn your urine into drinkable water’ machine from e-commerce and resell it to the local ignorant public at a higher rate. There is always the possibility of selling water in plastic bags. 
 
We are opportunists. We believe in jugaad. That is how India survives every damn year despite life threatening threats from political pandemonium as reported by news channels. 
 
‘Good days’ is obviously a state of mind. 

એજ્યુકેશન.. વેજ્યુકેશન ..

ઘણા લોકો ફરિયાદ કરતા હોય છે કે પહેલા જેવુ શિક્ષણ નથી રહ્યું, અને જે લોકોએ કયારેય ક્લાસરૂમમાં ભણાવ્યું નથી તેની ફરિયાદ હોય છે કે પહેલા જેવા શિક્ષકો નથી હવે. આ લોકો સાથે સાથે એ કહેતા ભુલી જાય છે કે હવે પહેલા જેવા વિધ્યાર્થીઓ પણ નથી રહ્યાં.

રાઇટ ટુ એજ્યુકેશન જેવા કાયદા બનાવી શિક્ષકોના હાથ – પગ બાંધી દીધા છે, હજી જીભ ને થોડી છૂટ છે એટલુ સારુ છે. પ્રાઇવેટ શાળાઓ માં ટૂંકા પગારે કામ કરતો શિક્ષક વર્ક સેટીસફેક્સન ના અભાવે સંસ્થાને વફાદાર નથી રહેતો.થોડો ઊંચો પગાર મળતા જ નવી ઓફર મંગળ ગ્રહ પર જવાની લોટરી લાગી હોય તેમ સ્વિકારી લેશે.

બધા નોકરીયાતો જેની ઇર્ષ્યા કરતા હોય છે એ સરકારી શિક્ષકની હાલત પણ ઘાણીના બળદ જેવી છે. સરકારી કાર્યક્રમોમાં રચ્યો પચ્યો રહેતો સ્ટાફ ઘણી વાર વિચારવા મજબૂર થઇ જશે કે આ નોકરીમાં ભણાવાનું ક્યારે હોય! શિક્ષણનીતિમાં દર વર્ષે એ રીતે ફેરફાર કરશે જાણે પ્રયોગશાળામાં અમીબા પર.

પોતાના બાળકો સ્કૂલમાં જાય છે એટલે ભણે છે એવો ભ્રમ પહેલેથી જ માતા પિતાઓ માં ઘર કરી ગયો છે. પહેલાના સમયમાં જ્યારે શાળાઓ સમાજનું કેન્દ્ર હતી ત્યારે વિધ્યાર્થી પણ ડેડિકેટેડ હતો,આજ કાલ એ જ ડેડિકેશન મિત્રો, ઇંટરનેટ અને શાળાના બોર્ડ પર રહી ગયું છે. માણસ કરતા કોમ્પ્યુટર પાસેથી ભણવામાં વધુ ઉત્સાહ છે. સ્લમ વિસ્તારોમાં ચાલતી સરકારી શાળામાં ઘણા વિધ્યાર્થીઓને સમજાવું પડે છે કે બેટા છરી ચાકુ લઇને શાળાએ ના આવવું, લાગી જાય તો લોહી નીકળે! કાઉન્સેલીંગ માટે એક સાયકોલોજીસ્ટ ની જગ્યા ની દરેક શાળામાં જરુરીયાત છે, વિધ્યાર્થી અને શિક્ષક બન્ને માટે.

સમય સાથે બધુ બદલાય છે. ફરિયાદ કરવા કરતા આપડે સાથે બદલવું જરુરી છે.