The Girl with the Dragon Tattoo by Stieg Larsson

Stieg Larsson આ મીસ્ટરી નોવેલના લેખક છે. તેમનું આ પુસ્તક ‘Millennium Trilogy‘ ની પહેલી નોવેલ છે. પોતે એક પત્રકાર અને Expo નામનાં મેગેઝીનના ફાઉન્ડર અને એડિટર-ઇન-ચીફ હતાં. તેમની ત્રણ નોવેલ જેટલી રહસ્યમયી છે તેટલા જ રહસ્યમય સંજોગોમાં તેમનું મૃત્યું થયું હતું. નવેમ્બર 2004 માં મીલેનીયમ સિરીઝની ત્રણેય બુક્સનો ફાઇનલ ડ્રાફ્ટ તેના પબ્લીશરને પહોચાડ્યા બાદ થોડા સમયમાં જ તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયેલું. તેમના પુસ્તકોની સફળતા જોવા તેઓ હાજર ન હતાં. કહેવાય છે કે ૮૦ મિલિયન કરતા પણ વધું કોપીઝ વેચાઈ છે. 

Click here to read the full post

Advertisements

Scion of Ikshvaku – by Amish Tripathi

 મે ક્યાંક વાચેલુ કે જે દેશમા ‘રામાયણ’ અને ‘મહાભારત’ જેવા વાર્તાઓની દરિયા જેવા મહાકાવ્યો આટલી સદીઓથી વંચાતા, મંચ પર રજૂ થતા હોય ત્યા નવી વાર્તાઓ, પુસ્તકો લખવાની જરુર જ નથી; ફક્ત આ વર્તાઓને નવા સમયમા નવી રીતે રજૂ કરવાની જરુર છે. આ વાત કદાચ અમિષ ત્રીપાઠી એ લખેલ બેસ્ટ સેલીંગ ‘શીવા ટ્રીલોજી’ પછીજ કહી હશે.

ફરી એક વાર અમિષ આપણને માયથોલોજીના દરિયામા ડુબકી લગાવવાનો સફળ પ્રયાસ કર્યો છે ‘Scion of Ikshvaku’ મા જે રામ ચંદ્ર સીરીઝની પ્રથમ બૂક છે. આ પ્રથમ ભાગ અયોધ્યાના રાજકુમારોના બાલ્ય કાંડ, અયોધ્યા કાંડ અને અરણ્ય કાંડ ની વાત રજુ કરે છે. આ પુસ્તકની સફળતા પાછળનુ એક કારણ એ પણ છે કે આપડે સદીઓથી સામ્ભળેલી ઘટનાઓ પાછળનુ એક અલ્ટર્નેટીવ ટ્રુથ અંહી રજૂ કરેલ છે, એ પણ લોજીકલી.

પુસ્તકની શરુઆતના ચેપ્ટરમાંજ સીતાહરણનો જકડી રાખે તેવો પ્રસંગ વાચીને જ અમિષની લેખન કલાનો પરિચય મળી જાય છે. એ પછીની વાર્તા બાલ્યકાળથી શરુ થાય છે. દશરથના મિથ્યાભિમાનને કારણે થયેલી હારનુ કલંક રામના જન્મ સાથે જોડીને રામનો જીવન સાથેનો સંઘર્ષ આપણને તેની સાથે એમોશનલી અટેચ કરી દે છે.

જે પુસ્તકમા ફીલોસોફી રજૂ થઈ હોય એમ છતા પણ જો એ પુસ્તક હાથમાંથી મુકવાનુ મન ન થાય તો એમ અમિષને અભિનંદન આપવા જ પડે. બાળપણથી ગુરુ વશીષ્ઠના આશ્રમમા રહેતા રાજકુમારો બધા જ વેદો રીતિ-નીતિઓનુ ગ્યાન મેળવે છે. દરેક રાજકુમારના વ્યક્તિત્વની ઉંડી છાપ આપડા મનમા ઉભી કરવા બાલ્યકાંડના પ્રસંગો અને તેમા થતા વર્તાલાપો ખૂબ જ સચોટ રીતે રજૂ કરાયા છે.

સમાજમા બનતી ઘટનાઓની અસર પણ અંહી જોવા મળે છે. ‘રોશની’ જે મથરાની દીકરી  અને રાજકુમારોની ‘રાખી બહેન’ છે તેની સાથે થતો અત્યાચાર દિલ્હીની ઘટનો પડઘો છે. નિયમથી પર જઈને પણ ન્યાય મળવો જોઈએ એ જોઈ અંહી વાચક થોડી માનસીક શાંતિ મેળવે છે.

રામ અને સીતા. રામ જે નિયમોના પાલનમા માને છે તેવી બીજી વ્યક્તિ મળવી એ લક્ષ્મણને અશક્ય લાગતુ હતુ પણ સીતાનો પ્રવેશ થતાજ તેને આ માન્યતા બદલવી પડે છે. ઓ હો શુ સીતાનુ પાત્ર ઉપસાવ્યુ છે! પુસ્તકની શરુઆતમા જ પાત્રોના પરિચયમા સીતાને મિથીલા રાજ્યની ‘પ્રાઈમ મિનિસ્ટર’ બતાવામા આવે ત્યારથી જ તેના પ્રવેશની તાલાવેલી માનમા આવી જાય. આજના સમયમા દિકરીઓ ની પાસે જેવી અપેક્ષા રખાય છે તેવુ ફેમીનીસ્ટ રુપ અંહી સીતા તરીકે રજૂ થયુ છે. સીતાને જોતા જ રામ પોતાનુ મસ્તક નમાવવા મજબુર થઈ જાય છે. સીતાનો સ્વયમ્વર, રાવણનુ અપમાન, બધુ જ એક શ્વાસે જ વાંચવુ પડે. રામના ૧૪ વર્ષના વનવાસનુ કારણ અંહી યોગ્ય લાગે તે રીતે રજૂ થયુ છે.

લક્ષ્મણને એક પ્રોટેક્ટર અને રામની પીડાને વાચા આપતો બતાવાયો છે. હનુમાન, જંગલમા રહેતા રાક્ષસો, દૈવી શસ્ત્રો, અસુરો, રાવણની તાકાત બધુ જ હકિકતમા હોઈ શકે તે રીતે ચિત્રિત થયુ છે. પુસ્તક પૂરુ થતા જ બીજુ પુસ્તક વાંચવાની રાહ જોવાની પ્રબળ ઈચ્છાને રોકી નહી શકો.

Scion-of-Ikshvaku-book