Proxy

પંજાબના ગુરદાસપુરમાં આંતકવાદીઓએ હૂમલો કર્યો. કાશ્મીરમાં હાલતા આપણા નઠારા પાડોશી ભાડુતી માણસોને લલચાવી કે ધર્મના નામે, જેહાદના નામે ઘાતકી હૂમલા ચાલુ રાખે છે. હમણાં જ છત્તિસગઢના શિક્ષણ મંત્રીના ધર્મપત્ની પર આરોપ મુકાયો કે તેમણે પોતાની પોસ્ટ-ગ્રેજ્યુએશનની પરીક્ષા આપવા બીજા ઉમેદવારને બેસાડી જે તેની બહેન જ હતી. પોલીસ ‘તપાસ’ કરશે! આ બધામાં એક બાબત સામાન્ય છે : જે તે વ્યક્તિને બદલે આ બધા કામ બીજી વ્યક્તિ પાસે કરાવાય છે, જે આ કામ કરે તેને કહેવાય proxy.

મિડલ ઇન્ગ્લિશ ભાષામાં નો શબ્દ ‘proccy’ આજે proxy બની ગયો છે. પ્રોક્સી એટલે એવી કોઈ વ્યક્તિ કે જેની પાસે લેખિત અધિકારો છે કે તે કોઈ વ્યક્તિના બદલે હાજરી પુરાવી શકે, represent કરી શકે, મીટીંગમાં વોટ પણ આપી શકે.

બ્રિટીશ સરકાર ખાસ કરીને ચૂંટણી સમયે બહાર ગયેલ નાગરીકને પ્રોક્સી વડે મત આપવાની સવલત આપે છે. ગુજરાત સરકારે આ વાત ‘ફરજીયાત મતદાન’ સંદર્ભે વિચારવી જોઈએ. પાકિસ્તાન તેના નાપાક ઈરાદાઓ પાર પાડવાં ‘પ્રોક્સી વોર’ શરુ રાખે છે. પ્રોક્સી વોરમાં મોટે ભાગે દેશો તેના દુશ્મન દેશના વિરોધીઓને ઉશ્કેરે કે તેને મદદ પૂરી પાડે છે, જેથી વિરોધી દેશ લડાઈ કરવામાં વ્યસ્ત રહે. ‘proxy war’ ખાસ કરીને વિશ્વ યુદ્ધોની આડપેદાશ છે. કોલ્ડ વોર પણ પ્રોક્સી વોરનો જ પ્રકાર કહી શકાય.

નામદાર સુપ્રીમ કોર્ટનાં હૂકમને કારણે કેન્દ્ર સરકારે ૮૦૦ કરતા વધું પોર્ન વેબસાઈટ ‘બેન’ કરી દીધી દેતા જ સોશીયલ મીડિયા પર પહેલું રિએક્સન આવ્યુ કે આ લોકશાહીમાં મળતા પર્સનલ ચોઇસનાં અધિકાર પર પ્રતિબંધ છે; બીજુ રીએક્સન એ આવ્યું કે આ ‘બેન’ ઇફેક્ટીવ નથી! કારણકે ‘proxy servers’. ન્યુઝ પોર્ટલ્સ અને ટેક્નોલોજી પોર્ટલ્સ પર આ ઇંડિઅન સર્વર્સને બાયપાસ કરવાની ટ્રીક સમજાવતા આર્ટીકલ્સ ખૂબ વંચાયા. છેવટે સરકાર પાણીમાં બેસી ગઈ.

Advertisements

Mx

Mx

ના. હમણા જ આવીને પીટાઈ ગયેલી મી. ઇન્ડિયા ની થર્ડ ક્લાસ કોપી જેવી ઈમરાન હાશ્મીની ‘Mr. X’ નુ આ ટાઈટલ નથી. અંહી વાત છે હૈદ્રાબાદની NALSAR Law University ની. જેની એક સ્ટુડંટ નામે ‘અનીન્દીતા મુખર્જી’ જે અંહી કાયદામા ગ્રેજ્યુએશન પૂરુ કર્યુ, અને યુનિવર્સિટીને ભલામણ કરી કે તેના ડિગ્રી સર્ટિફિકેટમા નામ આગળ ‘Mr.’ કે ‘Ms.’ જેવા માનવચક શબ્દો (જેને અંગ્રેજીમા honorific કહેવાય) બદલે જેંડર ન્યુટ્રલ હોનોરીફીક ‘Mx’ લગાવવુ. અને જોવાની વાત એ છે કે તેની અરજી માન્ય રહી અને દેશનુ સર્વપ્રથમ જેંડર ન્યુટ્રલ સર્ટિફિકેટ ઇસ્સ્યુ થયુ (એ દેશ જ્યા હોમોસેક્સુઆલીટી ક્રાઈમ છે!).

1977 થી ઉપયોગમા લેવાતુ આ ટાઈટલ ને ‘mux’ કે ‘mix’ બોલાય છે. જેઓ પોતાને સ્ત્રી કે પુરુષ તરીકે ઓળખાવા ન મંગતા હોય તે આ હોનોરીફીક લગાડે છે. સામાન્ય રીતે અંગ્રેજીમા સ્ત્રી જાતી માટે Mrs, Miss, Ms, Mistress, Madam જેવા હોનોરીફીક લગાડાય છે, પુરુષ માટે Mr, Master, Esq, Sir, Lord વગેરે નામ પહેલા મુકવાનો રીવાજ છે. પણ ત્રીજી જાતી માટે એક્ જ હોનોરીફીક છે Mx.

2013 મા બ્રાઈટન શહેરની સિટી કાઉન્સીલે તેના ઉમેદવારો ના ફોર્મમા તેનો ઉપયોગ કરવાની તરફેણમા વોટ કર્યો. ૨૦૧૪ મા પછીતો રોયલ બેંક ઓફ સ્કોટ્લેન્ડે તેના ફોર્મ મા આ ટાઈટલ ઉમેર્યુ. આ સુધારાવાદી પવન ધીમે ધીમે આખા યુ.કે. મા ફરી વળ્યો અને સરકારી ડોક્યુમેંટ્સ, ડ્રાઈવર્સ લાઈસંસ, પાસપોર્ટ્સ વગેરેમા આ ટાઈટલ ઉમેરવામા આવ્યુ. ૨૦૧૫ મા હવે ઓક્ષ્ફોર્ડ ડિક્શનરી પણ આ ટાઈટલ ઉમેરવાનુ વિચારી રહી છે.

ભારતમા જ્યા ત્રીજી જાતીને સમાજ તરફ્થી તિરસ્કારભરી નજરે જોવાય છે ત્યા પણ ધીમો ફેરફાર અવતો જાય છે. બંગાળની મહિલાઓની કોલેજના પ્રિંસીપાલ તરીકે એક ટ્રાંસજેંડર ની નિમણુક થઈ જેનુ નામ મનોબી બંદોપાધ્યાય છે.નિમણુક પછી તેના ફેસબુક પેઈજ પર અભિનંદનનુ પુર આવ્યુ હતુ. ‘બી.બી.સી.’ થી માંડીને ‘અલ જજીરા’ જેવી ઇંટરનેશનલ ન્યુઝ ચેનલ્સ પર તેની સ્ટોરીની ચર્ચા થઈ. ચૂંટણી કાર્ડની અરજી ફોર્મમા હવે ત્રીજી જાતીનો ઉલ્લેખ છે.

ટ્રાંસજેંડર માટે કદાચ અચ્છે દિન જલદી આવી જાય તો નવાઈ નઈ